નવી દિલ્હી: ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં કુલ 271 કેસ સામે આવ્યાં છે. જેમાંથી 39 વિદેશી છે. ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કુલ 52 નવા કેસ નોંધાયા છે. જો કે રાહતના સમાચાર એ છે કે આ વાયરસના ભરડામાં આવેલા 23 લોકો સારવાર બાદ એકદમ સ્વસ્થ પણ થઈ ગયા છે. જ્યારે ચાર લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્ર, કેરળ અને દિલ્હી છે. આંકડાની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 63 કેસ, કેરળમાં 33 જ્યારે દિલ્હીમાં 25 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. 


સમગ્ર દુનિયામાં અત્યાર સુધી કોરોના વાયરસના 2,75,784 પોઝિટિવ  કેસ સામે આવ્યાં છે. જેમાંથી  11,397 લોકોના મોત થયા છે. ચીનથી પેદા થયેલા આ વાયરસે અત્યાર સુધીમાં સમગ્ર દુનિયામાં મહામારીનું સ્વરૂપ લઈ લીધુ છે. જ્યારે ચીન બાદ ઈટાલીમાં તો તબાહી મચી ગઈ છે. કોરોના વાયરસના મોતના મામલે ઈટાલી ચીન કરતા પણ આગળ નીકળી ગયું છે. કોરોનાથી ઈટાલીમાં અત્યાર સુધીમાં 4032 લોકોના મોત થયા છે. આ મામલે ચીન પછી ત્રીજો નંબર ઈરાનનો છે. ત્યાં અત્યાર સુધીમાં 1433 લોકોના કોરોનાથી મોત થયા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube